મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE













મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ કાલે તા. 2/3 ને રવિવારના રોજ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કાલે જે પ્રાગટ્યોત્સવ યોજવાનો છે તેના માટે આયોજકો દ્વારા ભાવિકજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. 1/3 ને શનિવારની રાત્રે 9:00 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી (ભજનીક), નવીનભાઈ જોષી (ભજનીક) અને દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર) જમાવટ કરશે. જેથી કરીને આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો  દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News