મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ


SHARE













મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ

મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદના પાણી વહી ગયા હતા જેથી કરીને લોકો મુઝવણમાં મુકાયા હતા આટલું જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં કપાસ-મગફળી સહિતના જે પાક તૈયાર હતા તેના ઉપર આ કમોસમી વરસાદનું પાણી પડવાના લીધે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો જૂટવાઇ જાય તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે.

મોરબી જિલ્લાના મોરબીમાળીયાટંકારા, હળવદ અને વાંકાનેરમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને માળીયા, વાંકાનેર સહિતના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને સવારે આઠેક વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં હોય તેવો વરસાદ હાલમાં શિયાળામાં પડી ગયો હતો જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બોડકી, ઝીંઝુડાનાગડાવાસ, સરવડભાવપરમોટા-નાના ભેલા, તરઘરી અને જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકશાની થયેલ છે અને હાલમાં પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ઉઘાડ છે જો કે, બે દિવસમાં પડેલા વરસાદના લીધે માળીયાના તરઘરી સહિતના ગામમાં ખેડૂતો દ્વારા કપાસ-મગફળી-એરંડા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર કમોસમી વરસાદનું પાણી પડવાના કારણે આ લોકોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ જશે ત્યારે સરકાર તરફથી તેઓને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માગણી લાગણી અને ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News