મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ-રફાળેશ્વર પાસે જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE









મોરબીના ઉંચી માંડલ-રફાળેશ્વર પાસે જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબીના ઉંચી માંડલ અને રફાળેશ્વર પાસે અકસ્માતના જુદાજુદા બે બનાવ બનેલ હતા અને તે બંને બનાવમાં બાઈકની આડે કૂતરું આવી જવાથી બાઇક લઈને જતાં યુવાન રસ્તા ઉપર પડી જવાથી જે યુવાનને ઇજા થયેલ હતી જે બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ ખાતે રહેતા ધમસાણી બીપીનકુમાર લક્ષ્મીધરભાઈ (46)નામનો યુવાનો બાઇક લઈને મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી બાઈક સ્લીપ થઈ ગયું હતું અને આ બનાવમાં બીપીનકુમારને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં રહેતા જેકીનકુમાર ચંદુલાલ કગથરા (33) નામનો યુવાન બાઇક લઈને મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ દરિયાલાલ રિસોર્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇક આડે કૂતરું ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા વસીમભાઈ (35)ને ગામ નજીક સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News