મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી નજીક શિવપાર્ક-2 માં ઘરમાંથી 57 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એક શખ્સની શોધખોળ


SHARE









મોરબીના પીપળી નજીક શિવપાર્ક-2 માં ઘરમાંથી 57 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એક શખ્સની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક-2 માં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 57 બોટલ દારૂ મળી આવતા પોલીસે 32034 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવપાર્ક-2 માં રહેતા દર્શનભાઈ વરાળીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 57 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 32034 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી દર્શનભાઈ કનુભાઈ વરાળીયા (29) રહે. હાલ શિવપાર્ક પીપળી ગામ પાસે મોરબી મૂળ રહે. હડદડ તાલુકો બોટાદ વાળાની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જયરાજભાઇ ખાચર રહે. બોટાદ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધેલ છે અને હવે જયરાજભાઈ ખાચરને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે

યુવાનનું મોત

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા કાળુસિંહ બંનેસિંહ રાઠોડ (30) નામના યુવાનનું ખાખરેચી ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ રાતડીયાની વાડી ખાતે રહેતા રજનીબેન પ્રદીપભાઈ પરમાર (26) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પંચાસરથી બાદનપર ગામ તરફ જવાના રસ્તા ઉપર બ્રિજનું કામ ચાલુ છે ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો અને રજનીબેનને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News