મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ દરમ્યાન 7 વાહન ડિટેઇન, 38,600 નો દંડ વસૂલ કર્યો
SHARE






મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ દરમ્યાન 7 વાહન ડિટેઇન, 38,600 નો દંડ વસૂલ કર્યો
મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું અને “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહનો, નંબર પ્લેટ ન હોય તેવા વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી હતી તેમજ ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન કુલ મળીને 395 વાહનોને ચેક કર્યા હતા જેમાં નંબર પ્લેટ વગરના 13 વાહન ચાલકો, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી ન હોય તેવા 9 વાહનો, લાયસન્સ ન હોય તેવા 16 વાહન ચાલકો, રોગ સાઇડ કે વધુ ગતીથી ચલાવતા 3 વાહન ચાલકો અને લોકોને અડચણ રૂપ પાર્ક કરેલ 8 વાહનો મળી આવ્યા હતા જેથી વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને આ ચેકિંગ ડ્રાઇવમાં કુલ મળીને 38,600 નો દંડ વસૂલ કર્યો હતો વધુમાં અધિકારીએ જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા, મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકોને પાલન કરવા માટેની અપીલ કરેલ છે.


