મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ ૨૬ નવેમ્બરનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન


SHARE













મોરબીમાં વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ ૨૬ નવેમ્બરનાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આગામી તા.૨૬ નવેમ્બર એટલે કે વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસે માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે.ઓઝોનના સ્તરને બચાવવા પર્યાવરણ સંરક્ષણ દિવસે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ અને આપણી આવનારી પેઢીઓના સુંદર ભવિષ્ય માટે આપણું યોગદાન તે વિષયમાં કેટેગરી મુજબ વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે.જેનો વિષય છે."પર્યાવરણના જતન માટે હુ શું કરી શકું ? દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તથા કેટેગરીમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.શ્રેષ્ઠ દેખાવનાં વિડીયો "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીની યુટ્યુબ ઉપરથી જોઈ શકાશે. છો.

"કેટેગરી -૧ (ધો.૧ થી ૪ ) કેટેગરી-૧ માટે સમય  ૧ થી ૨ મિનિટ, કેટેગરી-૨ (ધો.૫ થી ૮) કેટેગ૨ી-૨ માટે સમય ૨ થી ૩ મિનિટ, કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) કે-૩ માટે સમય ૩ થી ૪ મિનિટ, કેટેગરી-૪ (કોલેજના વિધાર્થીઓ,  શિક્ષકમિત્રો તથા વાલીઓ.) કે-૪ માટે સમય વધુમાં વધુ ૫ મિનિટ. આપનાં વક્તૃત્વનો વિડીયો એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦, ૮૭૮૦૧ ૨૭૨૦૨) દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઇપણ એક નંબર ઉપર છેલ્લી તા.૨૬-૧૧ રાત્રીના ૯ સુધીમાં મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News