મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો
SHARE









મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો
મોરબી મહાનગર પાલિકા દ્વારા યુપીએસી અને જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી પ્રેરક સેમિનારનું કેસરબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાનાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આઇએએસ અધિકારી દ્વારા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષા વિષેની માહિતી આપવામાં આવી હતી આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર કુલદીપસિંહ વાળા એ જણાવ્યુ હતું કે, સાંપ્રત સમયમાં યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષા જરૂર આપવી જોઈએ. અને ક્યારેય કોઈ પરીક્ષામાં ધાર્યું પરિણામ ન મળે તો નાસીપાસ થવાની જરૂર હોતી નથી, અને બીજીવાર સખત મહેનત કરવાથી પરિણામ મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
