મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ


SHARE









મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ

મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોની અવાર જવર વધુ રહે છે ત્યારે મુસાફરોની સગવડ માટે ભુજ રાજકોટ ઈન્ટરસીટી ટ્રેન અથવા ડેમ ટ્રેન ચાલુ કરવાની માંગ મોરબીમાં રહેતા આગેવાને કરેલ છે.

મોરબીમાં રહેતા રમેશ બી. રબારીએ હાલમાં રાજકોટ રેલ્વે રેન્જ વિભાગના ડી આર.એમ.ને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ભુજ-રાજકોટ સ્પેશીયલ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે. જે ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે થાય છે, તેમજ આ ટ્રેન ટાઈમ ટેબલ વેપારી વર્ગ, નોકરીયાત વર્ગને અનુકુળ આવે તેમ નથી. જેથી કરીને આ ટ્રેનને ટ્રાફીક મળવો મુશ્કેલ રહેશે. આજ ટ્રેન અગાઉ ચાલુ હતી ત્યારે આ ટ્રેનને ટ્રાફીક મળેલ હતો નહી કારણ કે તેનો ટાઈમ ટેબલ યોગ્ય ન હતો. જો આ ટ્રેનનો ટાઈમ મોરબીથી રાજકોટ ઉપડવાનો સવારે ૮ થી ૯ વાગ્યાનો રાખવામાં આવે તો નોકરીયાતમ, વેપારી અને વિદ્યાર્થીઓને અનુકુળ આવે તેમ છે. તેમજ રાજકોટથી ટ્રેનનો સમય સાંજે ૬થી ૭ વાગ્યાનો રાખવામા આવે તો લોકોને લાભ મળે તેમ છે. અને આ ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે છે જે સામાન્ય માણસને પરવડે તેમ નથી જેથી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. અને સિરામિક સહિતના ઉદ્યોગનું હિત ધ્યાને રાખીને લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવી જોઈએ. તેવી પણ માંગ કરેલ છે.




Latest News