મોરબીમાંથી ૧૫૮ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપી ફરાર: ૩.૫૩ લાખનો મુદ્દામાલ કરજે
મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત
SHARE








મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત
મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં યુવાન કામ કરતો હતો દરમિયાન દિવાલ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક આવેલ રોક સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિરેન્દ્રકુમાર ચૌહાણ (30) નામનો યુવાન સિરામિક કારખાનામાં કામ કરતો હતો ત્યારે તે દિવાલ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ નીતિનભાઈ દેસાઈ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં તાજ નળિયાના કારખાનાની બાજુમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા સત્યેન્દ્રકુમાર શ્યામલાલ યાદવ (30) રહે. બાપાસીતારામની મઢુલી પાસે લીલાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી ને તેની પાસેથી 450 રૂપિયાની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

