મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વિસાવદર-ભેસાણની પેટા ચુંટણીમાં ભેસાણના ઇન્ચાર્જ તરીકે બ્રિજેશ મેરજાને સોંપાઈ જવાબદારી


SHARE









વિસાવદર-ભેસાણની પેટા ચુંટણીમાં ભેસાણના ઇન્ચાર્જ તરીકે બ્રિજેશ મેરજાને સોંપાઈ જવાબદારી

ગુજરાતમાં કડી અને વિસાવદર એમ બે વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૧૯ જૂનના રોજ યોજાનાર છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ તરફથી જુદા જુદા આગેવાનોને આ ચૂંટણી સંદર્ભે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં વિસાવદર–ભેસાણ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે ભેસાણ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપવામાં આવેલી છે તે અન્વયે તેઓ વિસાવદર ખાતે રખાયેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેવા ત્યાં પહોચી ગયા છે. અને તેમને સોંપાયેલ જવાબદારી તેમને ઉપાડી લીધી છે અને ચૂંટણી સુધી તેઓ ભેસાણ ખાતે રોકાશે અને વિસાવદર ભેસાણ બેઠકના ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને જંગી બહુમતિથી ચૂંટાવવા માટે આ વિસ્તારનો જમીની સંપર્ક કરીને સ્થાનિક આગેવાનોને સાથે રાખી ચૂંટણી પ્રચારની કામગીરી પૂરા દિવસો રોકાઈને ખંતપુવર્ક નિભાવશે. પોતાને સોપાયેલ આ મહત્વની જવાબદારી બદલ પોતાનામાં ભરોસો મૂકવા બદલ પ્રદેશ ભાજપના અગ્રણીઓનો બ્રિજેશ મેરજાએ ખાસ આભાર પણ વ્યક્ત કર્યો છે




Latest News