મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો


SHARE







બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો

મોરબીની આસપાસના વિસ્તારમાં સ્પ્રેડાયરના કારખાને આવેલા છે અને સ્પ્રેડાયરના કારખાનામાંથી જુદા જુદા સીરામીક એકમોમાં માલ સપ્લાય કરવામાં આવે છે જો કે, માલના રૂપિયા સમયસર આપવામાં આવતા નથી જેથી ઘણા સિરામિક કારખાનેદારો પાસે રૂપિયા લેવાના બાકી છે અને તે લોકો રૂપિયા આપવાના બદલે અન્ય સ્પ્રેડાયર વાળા પાસેથી માલની ખરીદી શરૂ કરે છે જેથી કરીને મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનામાં સ્પ્રેડાયર એસો.ની મિટિંગ મળી હતી જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને જુના લેણાની સિરામિક કારખાનેદારો પાસેથી રિકવરી કરવા માટે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને મોરબી સિરામિક રો-મટીરીયલ એસો.ને સ્પ્રેડાયર એસો. દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે અને અહીંયા બનાવવામાં આવતી સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટને દેશના દરેક રાજ્યમાં તથા વિદેશમાં મોકલવામાં આવે છે જોકે સીરામીક ઉદ્યોગ માટે દિવસેને દિવસે કપરા ચઢાણ થતા હોય તેવું દેખાઈ રહ્યું છે એક બાજુ લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને સીરામીક ઉદ્યોગકારોએ જે વેપારીઓને માલ આપેલ છે તેની પાસેથી નાણા છૂટતા નથી તેવા સમયે મોરબીની આસપાસમાં જે નાના મોટા ઉદ્યોગકારો દ્વારા સીરામીક ઉદ્યોગમાં રો-મટિરિયલ્સની સપ્લાઈ કરવામાં આવે છે. તેમના બાકી રૂપિયા વર્ષોથી જુદાજુદા કારખાનાઓમા ફસાઈ ગયેલ છે. જેથી કરીને હવે જુદાજુદા એસો. દ્વારા મિટિંગો કરીને બાકી નાણાની રિકવરી માટે કવાયત શરૂ કરવામાં આવેલ છે.

છેલ્લા મહિનાઓમાં પેકેજીંગ એસો. તથા મોરબી સિરામિક રો-મટીરીયલ એસો. દ્વારા મીટીંગો કરીને તેઓના સભ્યોના જુદા જુદા સિરામિક કારખાનામાં ફસાયેલા રૂપિયા કઢાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે તેવામાં આજે મોરબીના જાંબુડિયા પાસે આવેલ સિરામિક સિધ્ધી મિનરલ્સ નામના કારખાનામાં સ્પ્રેડાયર એસો.ના પ્રમુખ કેતનભાઈ બારૈયાની આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્પ્રેડાયરના કારખાનામાંથી માલની સપ્લાય કરવામાં આવ્યા પછી સિરામિક કારખાના વાળા તેઓને સમયસર રૂપિયા આપતા નથી અને બીજા સ્પ્રેડાયર વાળા પાસેથી માલની ખરીદી કરવામાં આવે છે જેથી કરીને આવા કિસ્સાઓમાં જે સ્પ્રેડાયર વાળાના રૂપિયા બાકી હોય તેને આપવામાં નહીં આવે ત્યાં સુધી મોરબીના બીજા કોઈ સ્પ્રેડાયર વાળા જે તે સીરામીક કારખાનેદારને માલ આપશે નહીં તેવો નિર્ણય આ મિટિંગમાં કર્યો હતો. આટલું જ નહીં પરંતુ મોરબી સિરામિક રો-મટીરીયલ એસો.ને મોરબી સ્પ્રેડાયર એસો. દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.






Latest News