મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના 48 વહીવટી અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે


SHARE









મોરબી જીલ્લાના 48 વહીવટી અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

મોરબી જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી શુક્રવારે કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે જિલ્લાના 48 ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા.

નાગરિકલક્ષી અભિગમ અને છેવાડાના જન-જન સુધી સરકારી યોજનાઓ અને સુવિધાઓની સુલભતા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને કટિબધ્ધ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના 48 અઘિકારીઓ સવાર થતા જ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સરકારી સેવાઓ અને પ્રાથમિક સુવિધાઓ બાબતે સાચી સ્થિતિની સમીક્ષા કરવા ગામડાઓમાં પહોંચ્યા હતા આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના 13, વાંકાનેર તાલુકાના 13, હળવદ તાલુકાના 9, ટંકારા તાલુકાના 6 અને માળિયા તાલુકાના 8 મળી જિલ્લાના કુલ 48 ગામડાઓમાં વહીવટી તંત્રના વર્ગ 1 અને વર્ગ 2 ના ઉચ્ચ અધિકારીઓએ વિવિધલક્ષી તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય કેન્દ્રોની મુલાકાત કરી આકસ્મિક તપાસની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય સ્ટાફની હાજરી દવાના જથ્થાની ઉપલબ્ધતા વગેરેની તપાસ કરવામાં આવી હતી. પશુ દવાખાનામાં પણ પશુ ડોક્ટરની હાજરી, આંગણવાડીમાં સ્ટાફની હાજરી બાળકોની નિયમિતતા તથા બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા/ ભોજનનું નિરીક્ષણ, પંચાયતમાં તલાટી/ ગ્રામ સેવક વગેરેની હાજરી અને કામગીરી અને વિવિધ યોજનાઓની અમલવારી, સરકારી શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા અને બાળકોની હાજરી તથા મધ્યાહન ભોજન યોજનાની યોગ્ય અમલવારી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં સમયસર અનાજ મળે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામડાઓમાં મુલાકાત દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધા અને પડતી મુશ્કેલીઓ, વિધવા પેન્શન સહિતની યોજનાઓની અમલવારી, ગૌશાળાઓમાં ગૌવંશના નિભાવ અંગેની વ્યવસ્થા તથા સાફ-સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ તથા તેને સંલગ્ન ગૌમાતા પોષણ યોજનાની અમલવારી, મોડલ ફાર્મની મુલાકાત સહિતની બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.




Latest News