વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૩૮ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત ૫ દિવસ કેમ્પ યોજાશે


SHARE







મોરબી જિલ્લાના ૩૮ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત ૫ દિવસ કેમ્પ યોજાશે

ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.

દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે તા ૨૮/૭ ના રોજ હળવદના જુના દેવળીયા, માળીયાના મેઘપર, મોરબીના ફડસર અને રંગપર, ટંકારાના મહેન્દ્રપુર તથા વાંકાનેરના જાલી અને વિનયગઢ/ વિઠ્ઠલગઢ ખાતે, તા ૨૯/૭ ના રોજ હળવદના કડીયાણા, માળીયાના મોટાભેલા, મોરબીના ફાટસર અને રાપર, ટંકારાના મેઘપર (ઝાલા) તથા વાંકાનેરના જાલીડા અને વિઠ્ઠલપર ખાતે, તા ૩૦/૭ ના રોજ હળવદના કાવડિયા, માળિયાના મોટા દહીંસરા, મોરબીના ગાળા અને રવાપર (નદી), ટંકારાના મીતાણા તથા વાંકાનેરના જાલસીકા/ વસુંધરા અને વાલાસણ ખાતે, તા ૩૧/૭ ના રોજ હળવદના કેદારીયા, માળીયાના મોટી બરાર, મોરબીના ગાંધીનગર અને રવાપરા, ટંકારાના મોટા ખીજડીયા તથા વાંકાનેરના જાંબુડીયા (ભાયાતી) ખાતે ખાસ કેમ્પ યોજાશે.

તો તા ૧/૮ ના રોજ હળવદના ખેતરડી, માળીયાના નાનાભેલા, મોરબીના ઘુનડા (સજનપર) અને સકત સનાળા, ટંકારાના નાના ખીજડીયા તથા વાંકાનેરના જાંબુડીયા (વીડી) ખાતે તેમજ તા ૨/૮ ના રોજ હળવદ તાલુકાના ખોડ, માળીયા તાલુકાના નાના દહીંસરા, મોરબીના ઘુંટુ અને સનાળા (તળાવિયા), ટંકારાના નાના રામપર તથા વાંકાનેરના જામસર/ નાગલપર ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુખ્ય પાંચ સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવશે. જે અન્વયે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી કરાવવામાં આવશે. ઉપરાંત નવા જનધન ખાતા ખોલી આપવામાં આવશે અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી પણ કરી આપવામાં આવશે.

કોયબાથી નવા કોયબા રોડે ભારે વાહનોનો પ્રતિબંધ
મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હરીપર કોયબા રોડ પર આવેલા માઇનર બ્રીજના ગાળા ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયા છે. જેથી કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોને પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.






Latest News