મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી


SHARE













મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે અનુભવજન્ય જ્ઞાન મળી રહે તે આધુનિક સમયની અત્યંત જરૂરી બાબત છે. તેથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બેગલેસ ડે ની જોગવાઈ કરવામાં આવી છે. તે અન્વયે મોરબી જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવનની મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધેલ હતી અને વિવિધ કચેરીઓના વિવિધ વિભાગો, તેમના પેટા વિભાગોની કાર્યપદ્ધતિની માહિતી કચેરીઓના વડાઓએ વિદ્યાર્થીઓને આપી હતી તો ડીડીઓએ વિદ્યાર્થીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ  પીએમ શ્રી તાલુકા શાળા નં.૨, ખાતે ચલણ પ્રદર્શન રાખેલ હતુ. જેમાં આપણા દેશ ભારત સહિત વિવિઘ દેશના સિક્કા અને નોટોનો વિદ્યાર્થીઓએ પરિચય કેળવ્યો હતો અને બાળકો જૂના જમાનાની ઇતિહાસ રીતિરિવાઝો બનાવોથી પરિચિત થયા હતા






Latest News