મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી


SHARE













મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી

મોરબી મનપામાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મનપામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં વિકાસ કામ શરૂ કરવામાં આવે અને લોકોને જન્મ મરણના દાખલા માટે હાલાકીનો સામનો કરવો ન પડે તેના માટે અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવેલ છે.

મોરબી મનપાના સભાખંડમાં આજે કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા ત્યારે જુદાજુદા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતુ કે મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં વિકાસ કામો અંગે ચર્ચા થઈ હતી. અને દોઢેક મહિના પૂર્વે 12 કામ શરૂ કરવામાં આવ્યા હતા. અને આગામી તા.10 ના રોજ વધુ 2 કામો શરૂ કરવામાં આવશે. અને મહિને સરેરાશ 10થી 12 નવા કામો શરૂ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં મહિને એક-બે કામ શરૂ થાયનું પણ આયોજન કરવામાં આવી રહી છે. તો કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ખાસ કરીને મોરબીમાં સમાવેશ કરવામાં આવેલ ગામોમાં જન્મ મરણના દાખલાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વીસીપરા અને રણછોડનગરમાં પાણીની પાઈપલાઈનનો પ્રોજેકટ છે તે અંગે પણ ચર્ચા થઈ હતી. અને લોકોની જે પણ ફરીયાદો હોય છે તેનો તાત્કાલિક નિવેડો આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપેલ છે.






Latest News