મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી બોરીયાપાટી નજીક જારના ખેતરમા ભેલાણ કરી 90 હજારનું નુકશાન


SHARE















મોરબી બોરીયાપાટી નજીક જારના ખેતરમા ભેલાણ કરી 90 હજારનું નુકશાન

મોરબીના રવાપર ગામની સીમમાં બોરીયાપાટી કેનાલ પાસે ભીંડીયાની વાડીએ રહેતા સુરેશભાઈ લક્ષ્મણભાઈ નકુમ સતવારા (ઉ.વ.43) એ સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે અલ્પેશભાઈ પટેલ રહે. રવાપર મોરબી સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં સુરેશભાઈએ જણાવ્યા મુજબ અલ્પેશભાઈ તબેલો તેમના ખેતરની પાસે આવેલો છે અને ગત તા.21-10ના સવારે નવેક વાગ્યે તેઓની ભેંસો સુરેશભાઈના જારના ખેતરમાં આવી જતા ભેલાણ કરી આશરે 80થી90 હજારનું નુકશાન પહોંચાડેલ છે. જે અંગે ફરિયાદ નોંધીને બીટ જમાદાર વિપુલભાઈ ફુલતરીયાએ આગળની તપાસ હાથ ધરી હતી. માળીયા (મીં)ના વર્ષામેદી ગામે જમણા પગે પડકુ (સાપ) કરડી જતા દિલીપ મુકેશભાઈ ભીમાણી (25) રહે. વર્ષામેડીને તેમજ બાઈકમાંથી નીચે પડી જતા યોગીતાબેન દેવીસિંહ પોપટ (38) રહે. રૂદ્ર સોસાયટી હળવદને સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માત
મોરબીના જેતપર ગામે શ્રીજી હોલ પાસે રહેતા નરશીભાઈ શિવાભાઈ અઘારા નામના 62 વર્ષના આધેડ બાઈક લઈને જેતપરથી મોરબી આવતા હતા ત્યારે જસમતગઢ પાસે બાઈક સ્લીપ થઈ જતા તેઓને ડાબા કાંડાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં લઈ જવાયા હતા. જયારે જેતપર રોડ રંગપર (બેલા) પાસેના શક્તિનગર પાસે બાઈક સ્લીપ થઈ જતા મનદીપસિંહ તખુભા ચૌહાણ (3) રહે. પાન્ધ્રો લખપત જી.કચ્છને ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.

મારામારી
કચ્છ હાઈવે સુરજબારી પુલ અને ટોલનાકા વચ્ચે આવેલ ફોરેસ્ટ ઓફીસની પાસે મારામારી થતા ઈજા પામેલા જયદીપ ગોવિંદભાઈ મિયાત્રા (36) રહે. નાગડાવાસ તા.જી.મોરબીને અત્રેની સિવિલે સારવારમાં લવાયા હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. જયારે અંજારના ભુજરોડ ગંગાનાકા ખાતે બાઈક સ્લીપ થઈ જતા ફઈમભાઈ ઈસ્માઈલભાઈ રાઉમા (37) રહે.ચિત્રોળ રાપર જી.કચ્છને સારવારમાં મોરબી લવાયો હતો.

સારવારમાં
હળવદના ટીકર ગામે ઘર નજીક બાઈકમાંથી નીચે પડી જતા મગનભાઈ રઘુભાઈ પટેલ (ઉ.60)ને સારવાર માટે અત્રે લવાયા હતા. જયારે રાજકોટ હાઈવે લજાઈ ચોકડી પાસે બાઈક સ્લીપ થયા બાદ ઈકો કાર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલ રોહીત લક્ષ્મણભાઈ મેંદપરા (34) રહે. લતીપર તા.ટંકારાને સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જયારે રફાળેશ્વર ગામે કોઈ કારણસર ફિનાઈલ પી જતા રવિનાબેન દિનેશભાઈ દેવીપૂજક (17)ને સારવાર માટે અહીંની સિવિલે લવાયેલ જેથી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. જયારે ઢુવા ચોકડી પાસે ટુ-વ્હીલર પલ્ટી મારી જતા સંજય ઠાકરશીભાઈ બેલાણી 29 વર્ષ રહે. ભાયરીયા લખતર જી. સુરેન્દ્રનગરને સારવાર માટે મોરબી ખસેડાયો હતો






Latest News