મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર


SHARE







ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ નજીક આવેલ ઓવરબ્રિજ પાસેથી મહિલા તેના પિતાની સીએનજી રીક્ષામાં તેઓના પરિવારજન સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને જઈ રહી હતી દરમિયાન બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સે મહિલાના ગળામાં પહેરેલા સોનાના હારની ચીલ ઝડપ કરી હતી અને ત્યારે હાર તૂટી જવાના કારણે અંદાજે સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ નાસી ગયેલ હોય 1,25,000 ની કિંમતના સોનાના હારની ઝડપ થઈ હોવાની ભોગ બનેલ મહિલાએ અજાણ્યા બાઇક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના પલાસ ગામે રહેતા ધુનાબેન હકાભાઇ ગમારા (30) એ હાલમાં અજાણ્યા 30 થી 35 વર્ષના બાઈક ચાલક યુવાન સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી તેઓ પોતાના પિતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 7671 માં તેઓના પરિવારજન સાથે બેસીને હડાળા ગામે ફરિયાદીની માસીની દીકરીના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાનો પાંચ તોલાનો હારની ચીલ ઝડપ કરી હતી ત્યારે હાર તૂટી જવાના કારણે આ અજાણ્યો શખ્સ અંદાજે સવા બે તોલા સોનાના તૂટેલા હારને લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને 1,25,000 ની કિંમતના મુદ્દામાલની ચીલ ઝડપ કરવામાં આવી હોવાની ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવેલ છે અને વધુમાં.ફરિયાદીએ જણાવ્યું છે કે, અજાણ્યો શખ્સ લાલ મરૂન જેવું ટીશર્ટ અને માથા ઉપર ટોપી તથા મોઢા ઉપર સફેદ જેવો રૂમાલ બાંધીને આવ્યો હતો અને તેણે સોનાના હારની ચીલ ઝડપ કરી હતી.






Latest News