મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના ૧૪ વર્ષના વિક્રાંત મહેતાએ અતિ કઠોર ગણાતુ ઉપધાન તપ પરીપૂર્ણ કર્યુ


SHARE













ટંકારાના ૧૪ વર્ષના વિક્રાંત મહેતાએ અતિ કઠોર ગણાતુ ઉપધાન તપ પરીપૂર્ણ કર્યુ

પારણાનો લાભ ટંકારાને મળતા સમસ્ત જૈન જૈનેતરે દેરાસર ખાતે અનુમોદના કરી

આત્માને પરમાત્મા તરફ દોરી જતો માર્ગ એટલે ઉપધાન તપ જેમા સંસારી મોહ માયા ત્યજી મોક્ષ માર્ગે પ્રથમ પગથિયે પગલાં માંડવા પ્રયાણ થાય છે. આ ઉપધાન તપમાં ૪૭ દિવસ અખંડ આરાધના, એક ઉપવાસ એક નિવી (એક ટાણું) કરી જપ, સ્વાધ્યાય અને ભક્તિ કરવામાં આવે છે. એક લાખ નવકાર મંત્રનો જાપ, સાત હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ, દોઢ હજાર શક્રસ્તવનો પાઠ, હજારો ખમાસણા, ૨૧ ઉપવાસ, દશ આયંબિલ અને સોળ નીવિ હોય છે. ૪૭ દિવસ સ્નાન કે કોઈ સ્ત્રી-પુરુષને અડી પણ શકતા નથી સુર્યોદયથી સુર્યોસ્ત સુધી પાણી પીવાનુ હોય છે અને સાધુ જીવન પ્રમાણે નિત્યક્રમ રહે છે. 

આવા તપના આરાધક ૧૪ વર્ષીય ટંકારાના વિક્રાંત મિતેષભાઈ મહેતાએ પ.પૂ. ગુરુભગવંત આચાર્ય દેવશ્રી બંધુ બેલડી જિનચંદ્રસાગર સુરીશ્ર્વરજી મા.સા. અને હેમચંદ્રસાગર સુરીશ્ર્વરજી મા.સા.ની નિશ્રામા અયોદયાપુરમ તિર્થ ખાતે પરીપૂર્ણ કર્યુ છે.જેને સૌ ટંકારા તાલુકાના જૈન-જૈનેતરો ટંકારા પધારતા અને પારણાનો લાભ મળતા અનુમોદના કરવા અને ભાગ્યશાળી આત્માના દર્શન કરવા પહોચ્યા હતા.તો માતા નિશાબેન અને પિતા મિતેષભાઈ મહેતાના લાડકવાયા વિક્રાંતે કઠોર તપ માનુ એક ઉપધાન તપ પુર્ણ કરતા ટંકારા જૈન દેરાસર ખાતે ધાર્મિક પ્રસંગની માફક ઉજવણી કરવામાં આવી હતી.






Latest News