મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદમાંથી ઝડપાયો મોરબી અને હળવદમાં વિદેશી દારૂની 3 રેડમાં આરોપી સાથે 16 બોટલ દારૂ પકડાયો મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ


SHARE













ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ

ટંકારાના ઓટાળા ગામે સીમમાં આવેલ ખેતીની જમીનના શેઢાની માપણી બાબતોનું મનદુખ ચાલતું હતું તેવામાં બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં બંને પક્ષેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ભરતભાઈ પરસોતમભાઈ દેસાઈ (52)એ હાલમાં કનુભાઈ બચુભાઈ ગોલતર, બચુભાઈ લધુભાઈ ગોલતર અને આયુષ કનુભાઈ ગોલતર રહે. બધા ઓટાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે કનુભાઈ અને બચુભાઈ સાથે અગાઉ ઓટાળા ગામની સીમમાં એક શેઢે જમીન આવેલી હોય સેઢાની માપણી બાબતે મનદુઃખ થયું હતું અને તે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ દ્વારા ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ આયુષે પોતાની ઇકો કાર લઈ આવીને ઈકોમાંથી ધોકો કાઢીને ફરિયાદીને બંને પગ ઉપર ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી ઓટાળા ગામે રહેતા કનુભાઈ બચુભાઈ ગોલતર (42)એ ભરતભાઈ પરસોતમભાઈ દેસાઈ, હેમરાજભાઈ પરસોતમભાઈ દેસાઈ અને ભરતભાઈના પત્ની રહે ત્રણેય ઓટાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામની સીમમાં આવેલ તેઓની જમીનના સેઢા માપણી બાબતે ભરતભાઈ અને હેમરાજભાઈ સાથે મનદુઃખ થયું હતું અને તે બાબતનું ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદીના દીકરા આયુષને વાડીએ બળતણ માટે લાકડા કાપતો હોય જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ભરતભાઈના પત્નીએ તેનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું તેમજ ભરતભાઈએ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News