મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી શહેરના વિવિધ પેન્શન-સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ઓનલાઈન ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE









મોરબી શહેરના વિવિધ પેન્શન-સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ઓનલાઈન ખરાઈ કરાવવી ફરજિયાત

સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય), નિરાધાર વૃદ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. મામલતદાર કચેરી મોરબી શહેર દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, તમામ સંબંધિત લાભાર્થીઓએ આગામી તારીખ સુધીમાં આ ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયા અચૂક પૂર્ણ કરવાની રહેશે.

દર વર્ષે પેન્શન ધારકોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. ચાલુ વર્ષે સરકારની સૂચના મુજબ આ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication - ચહેરો વેરિફાય કરીને) પદ્ધતિથી કરવાની રહેશે. લાભાર્થીઓ પોતાની જાતે જ ગૂગલ પ્લે-સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઘરે બેઠા હયાતીની ખરાઈ કરી શકશે. જે લાભાર્થીઓ કચેરી ખાતે રૂબરૂ આવીને ખરાઈ કરાવવા ઈચ્છતા હોય, તેમણે એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ ખાતે આવેલી ‘મામલતદાર કચેરી-મોરબી શહેર’ ની સહાય શાખાનો સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ ઓળખ માટે લાભાર્થીઓએ પોતાનું અસલ આધારકાર્ડ તેમજ ઓટીપી (OTP) વેરિફિકેશન મેળવવા માટે પોતાનો ચાલુ મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે. જે લાભાર્થીઓ હયાતીની ખરાઈ નહીં કરાવે, તેમનું પેન્શન નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી, મોરબી વહીવટી તંત્ર દ્વારા શહેર વિસ્તારના તમામ સહાય મેળવતા નાગરિકોને સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવા મામલતદારશ્રી પી.જી. ગોરવિયાળાની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગતો કે પૂછપરછ માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.




Latest News