મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

ટંકારામાં દુકાનમાંથી 53 હજારથી વધુની તમાકુના ડબ્બાની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ


SHARE









ટંકારામાં દુકાનમાંથી 53 હજારથી વધુની તમાકુના ડબ્બાની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ

ટંકારામાં પનારા ચેમ્બરમાં શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા તોડીને તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવી હતી જેથી 53,920 ની કિંમતની તમાકુની ચોરી થઈ હતી જેથી દુકાનદારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીને પકડીને ચોરી કરેલ તમાકુનો જથ્થો તેમજ કાર અને બે મોબાઈલ સહોત કુલ મળીને 363920 નો મુદામાલ કબ્જે કર્યો છે અને એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

ટંકારાની દયાનંદનગર સોસાયટી શેરી નં.1 માં રહેતા હિતેશભાઈ રમેશભાઈ ભટાસણા (40)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ચોર સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 17/5 ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ સ્વિફ્ટ ગાડી લઈને ટંકારામાં આવેલ પનારા ચેમ્બર દુકાન નં. 14 ખાતે આવેલ ફરીયાદીની શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં દુકાનના શટરના તાળા તોડીને દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી બાગબાન તમાકુના કાર્ટુન જેમાં 16 નંગ ડબા તમાકુના હતા તેની કિંમત 53,920 થાય છે તેની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી રવિ ભીખાભાઈ ચાઉ (23) રહે. હુડકો ચોકડી રણુજા મંદિર પાસે રાજકોટ તથા રૂપેશ ચંદ્રકાંતભાઈ સંચાણિયા (29) રહે. કોઠારીયા મેન રોડ ગણેશ નગર રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે તેની પાસેથી ચોરી કરેલ તમાકુના 16 ડબ્બા જેની કિંમત 53,920, ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી નંબર જીજે 6 કેપી 3229 તથા બે મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા આમ કુલ મળીને 3,63,920 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે અને હજુ આ ગુનામાં એક આરોપી સુરેશભાઈ અશોકભાઈ ગવડીયા રહે. કોઠારીયા મેઇન રોડ સોમનાથ પાર્ક રાજકોટ વાળાને પકડવાનો બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને આ કામગીરી ટંકારાના પી.આઈ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News