મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન


SHARE







ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન

કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગોર ખીજડીયા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનયોજાયો હતો.

આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પર્યાવરણમૈત્રી ટેકનોલોજી અપનાવી આત્મનિર્ભર કૃષિતરફ આગળ વધવા આહવાન કર્યું હતું. આ તકે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કૃષિ ક્ષેત્રે થયેલા આધુનિક સંશોધનો અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતી છોડી ગૌ-આધારિત કૃષિ પદ્ધતિ તરફ વળે તે હેતુથી કાર્યક્રમ સ્થળે ખાસ ૨૦ માહિતીપ્રદ કૃષિ સ્ટોલોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. આ સ્ટોલ્સમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત બનાવવાની પદ્ધતિ, આચ્છાદન (મલ્ચિંગ), વાપસા ટેકનિક, ગૌ-આધારિત વિવિધ કૃષિ મોડેલ્સ તેમજ જૈવિક ઇનપુટ્સની જીવંત પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂતોએ આ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈ જમીનની ફળદ્રુપતા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે નિષ્ણાત વૈજ્ઞાનિકો પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા સચોટ તકનીકી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ ખેતી નિયામક  કે.જી. પરસાણિયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક કે.એમ. ડાભી, નાયબ બાગાયત નિયામક વી.એચ.નકુમ, મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News