મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત


SHARE







ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે પોતાના ખેતરના શેઢા પાસે યુવાન ઉભો હતો ત્યારે કારચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત થયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારા તાલુકાના મીતાણા ગામે પ્રભુનગર વિસ્તારમાં રહેતા જાદવજીભાઈ મૂળજીભાઈ ભાગિયા (66) એ હાલમાં અર્ટિકા કાર નંબર જીજે 10 ડીજે 6432 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં તેમનો દીકરો જગદીશભાઈ જાદવજીભાઈ ભાગિયા (43) તેઓના મીતાણા ગામ નજીક આવેલ ખેતરના સેઢા પાસે ઉભો હતો ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ફરિયાદીના દીકરા જગદીશભાઈને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન હડફેટે ઇજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા ખાતે આવેલ વિશાલા હોટેલ નજીક માળિયા હાઇવે ઉપર અજાણ્યા વાહન દ્વારા અકસ્માત કરવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલા ગુલામભાઈ ગીમાભાઈ સમીમ (૩૦) રહે.શિકારપુર ભચાઉ કચ્છને માળિયાની હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા શીતલબેન મેસૂરભાઈ બાંભણીયા નામની ૨૦ વર્ષીય યુવતીએ કોઇ કારણસર દવા પી લેતા અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી આ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.તેમજ ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા ઉર્વશીબેન પંકજભાઈ કાંતિભાઈ મોહનિયા નામની ૧૯ વર્ષીય પરિણીતા કોઈ કારણોસર દવા પી ગયેલ હોય તેણીને મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલમાંથી જાણ કરાતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી. #morbi #મોરબી 






Latest News