મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ઘૂનડા ગામે રહેતા યુવાનની પત્ની રિસામણે ગયેલ હોય યુવાનને તેના સાળાએ ફોન કરીને "કેમ મારી બહેન રિસામણે અવારનવાર આવે છે" તેવું કહીને ગાળો આપી હતી અને તું મને ગમે ત્યાં ભેગો થઈશ ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી ત્યારબાદ યુવાનને છરી બતાવીને જનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા બનેવીએ હાલમાં તેના સાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાના ઘૂનડા (સ) ગામે રહેતા મોમૈયાભાઈ નારણભાઈ ખટાણા (21) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બુટેશભાઈ ધનજીભાઈ ટમારીયા રહે..સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આરોપીએ તેને ફોન કરીને કેમ મારી બહેન રિસામણે અવારનવાર આવે છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને કહ્યું હતું કે જો તું મને ગમે ત્યાં ભેગો થઈ ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી બ્લેક કલરની ફોરવીલ ગાડી લઈને ફરિયાદીના ગામ તરફ જવાના રસ્તા ઉપર આવીને છરી બતાવીને જાનતી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા બનેવીએ હાલમાં તેના શાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તબિયત શરૂ કરેલ છે. #morbi #મોરબી 

કુબેરનગર પાસે છરી વડે હુમલો

મોરબીના નવલખી રોડ કુબેરનગર પાસેના હનુમાન મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા ઇજા પામેલા આશિષ રમેશભાઈ જોષી (ઉમર ૨૫) રહે.જનકનગર સોસાયટી વાવડી રોડને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ કુબેરનગર પાસે થયેલ મારામારીની ઘટનામાં રવિરાજસિંહ પથુભા વાળા (૩૩) રહે.'મોમાઈ કૃપા' વાવડી રોડ ને ઇજાઓ થઈ હોય તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા લતાબેન વિલાસભાઈ પરમાર નામની ૩૨ વર્ષીય મહિલાને તેના ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોસીસને જાણ કરવામાં આવતા સ્ટાફના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News