મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ


SHARE







મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ

મોરબીમાં મકનસર પાસે આવેલ પાંજરાપોળ ખાતે દાતાઓના સહકારથી સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે ત્યાં મોરબીના ઉદ્યોગપતિ દ્વારા તેના જોડિયા દીકરા અને દીકરીના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કર્યુ હતી અને અંદાજે 800 જેટલા લોકોની હાજરીમાં ભારતીય સંસ્કૃતિને ઉજગર કરતાં ગૌસેવાનો લાભ લઈને રાણસરિયા પરિવારે જન્મ દિવસની ઉજવણીમાં બિન જરૂરી ખર્ચાઓ કરતાં અન્ય લોકોને નવો રાહ ચીંધ્યો છે.

મોરબીમાં ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી પાંજરાપોળનો વિકાસ થયો છે અને આજની તારીખે મોરબીની પાંજરાપોળ ગુજરાતની નંબર વન પાંજરાપોળ છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં પાંજરાપોળ ખાતે દાતાઓના સહકારથી સત્સંગ સભા હૉલ બનાવવામાં આવેલ છે અને ત્યાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે અને તેમાં પાંજરાપોળ દ્વારા આયોજકોને તમામ સહકાર આપવામાં આવે છે તેવામાં મૂળ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી ખાતે રહેતા રાણસરીયા ધરમશીભાઈ અરજણભાઈ અને વિજયાબેન ધરમશીભાઈના દીકરા રાણસરીયા સંજયભાઈ ધરમશીભાઈ તેમજ પુત્રવધૂ કૃપાલીબેન સંજયભાઈ દ્વારા તેઓના જોડિયા દીકરા અને દીકરીના જન્મ દિવસની ઉજવણી પાંજરાપોળના સત્સંગ હૉલ ખાતે કરવામાં આવી હતી અને ત્યારે દીકરા રાણસરીયા વંશ સંજયભાઈ અને દીકરી રાણસરીયા વીરા સંજયભાઈના જન્મ દિવસ નિમિતે કેક કટિંગ કરવાના બદલે ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાણસરિયા પરિવાર દ્વારા 41 હજારનું દાન પાંજરાપોળમાં આપવામાં આવ્યું હતું આ તકે રાણસરિયા પરિવારના આમંત્રણથી 800 જેટલા લોકો ત્યાં આવ્યા હતા તેના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સમલી ગામેથી નરભેરામભાઈ પટેલ અને તેનું મંડળ પણ ત્યાં ધૂન ભજન કરવા માટે આવ્યું હતું અને આ મંડળ દ્વારા પાંજરાપોળને આર્થિક અનુદાન પણ આપવામાં આવતું હોય છે. ઉલેખનીય છે કે, મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપરરફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6300થી વધુ ગૌવંશનો આજની તારીખે નિભાવ કરવામાં આવે છે. ત્યારે ગૌસેવાના કામમાં સહયોગ આપવાના ભાવ સાથે ઉદ્યોગકારો અને અન્ય લોકો દ્વારા જન્મ દિવસ સહિતના પ્રસંગોને ગૌસેવાની સાથે જોડીને ઉજવણી કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિનું જતન થશે તેની સાથો સાથ ગૌસેવાનો સહુને લાભ મળશે અને પાંજરાપોળમાં રાખવામા આવેલ ગૌવંશોના નિભાવ માટે યોગદાન પણ મોરબીના લોકો આપી શકશે તેવી લાગણી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ ખોડાભાઈ પટેલએ જણાવ્યુ છે.






Latest News