વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા


SHARE







ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનુશાસન સમિતિની રચના કરવામાં આવે છે અને આ અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી મોહનભાઈને ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ તેઓના ટેકેદારો તરફથી શુભકામનાઓ મળી રહી છે

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને જુદા જુદા સેલ, સંગઠન અને મોરચાની અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરવામાં આવેલ છે જે અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે તેમજ આ સમિતિમાં સભ્ય તરીકે પુષ્પદાનભાઈ ગઢવી, કનુભાઈ માવાણી, ભરતભાઈ બારોટ અને શ્રીમતી જયાબેન ઠક્કરને લેવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોહનભાઈ કુંડારીયા સહિતના નવા હોદ્દેદારોને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ તરફથી શુભકામનાઓ મળી ગઈ છે




Latest News