મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાનાં ઓટાળામાં વૃધ્ધની જમીન ઉપર દબાણ કરનારા પાંચ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







ટંકારાનાં ઓટાળામાં વૃધ્ધની જમીન ઉપર દબાણ કરનારા પાંચ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા વૃધ્ધના જમીન ઉપર તેના જ કુટુંબીઓ સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી દબાણ કરી લેવામાં આવ્યું છે અને જેથી કરીને વૃધ્ધાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા વજીબેન પ્રેમજીભાઇ દેસાઇ જાતે પટેલ (ઉ.૮૫)એ હાલમાં મગનભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, શામજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, વાધજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, પ્રવિણભાઇ રાધવજીભાઇ ધોડાસરા અને રમેશભાઇ રાધવજીભાઇ ધોડાસરા રહે- બધા ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આજથી આશરે વીસેક વર્ષથી તમામ આરોપીઓએ તેઓની માલીકીની ઓટાળા ગામના સર્વે નંબર- ૫૪ પૈકી-૬ ની ૨-૫૯-૦૦ હેકટર વાળી જમીનમા આશરે ૨૮ ગુંઠા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ છે અને વાવેતર કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને વૃધ્ધાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News