મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલમાં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ


SHARE













ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલમાં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયુ

G C E R T - ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન - રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓનલાઇન યોજવામાં આવેલ હતુ. આ પ્રદર્શનમાં ટંકારા તાલુકાની અનુદાનિત અને સ્વનિર્ભર ૨૬ શાળામાંથી ૨૦ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કૂલ ૨૩ કૃતીઓ રજૂ થઇ હતી. આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કૂલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા. આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં મૂલ્યાંકનકાર તરીકે વાંકાનેર તાલુકાના વિજ્ઞાન શિક્ષકઓ, ભરતભાઇ ગોપાણી, કે.કે.પટેલ, સચિનભાઈ કામદાર દ્વારા પારદર્શી અને નિષ્પક્ષ રીતે સેવા આપવામાં આવી હતી. તમામ ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા, સંકુલના સંયોજક આર.પી.મેરજા, સહ સંયોજક દિલીપભાઈ બારૈયા, ડીઇઓ કચેરીના એઆઈઇ બાદી, યજમાન શાળાના સંચાલક અને વિજ્ઞાન મેળાના કન્વીનર વિજયભાઈ ભાડજા, આચાર્ય સંઘના પ્રમુખ બળદેવભાઈ સરસાવાડિયા, ટંકારા તાલુકા સ્વનિર્ભર શાળાના પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી અને આયોજનમાં હરેશભાઇ ભાલોડિયા, પ્રશાંતભાઈ બારૈયા, રવિભાઈ ઉઘરેજા અને કાર્તિકભાઈ બારૈયાએ ટેક્નિકલ સહયોગ આપ્યો હતો.






Latest News