મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ અને સરતાનપર ગામે બે લોકોના મોત


SHARE







મોરબીના ઘૂંટુ અને સરતાનપર ગામે બે લોકોના મોત

મોરબીના ઘૂંટુ ગામે તેમજ વાંકાનેરના સરતાનપર ગામ એમ બે જુદાજુદા બનાવોમાં ચક્કર આવ્યા બાદ અને બેભાન હાલતમાં બે લોકોના મોત નિપજ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર ગામે સોલારિસ સિરામિકમાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના ફુટાભાઈ સુમાનભાઈ રાઠોડ નામના ૫૫ વર્ષીય આધેડ યુનિટમાં મશીન ઉપર કામ કરતા હતા દરમિયાન ચકકર આવતા નીચે પડી જતા બેભાન હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જયાં ફરજ ઉપરના તબીબે ફુટાભાઈ રાઠોડને મૃત જાહેર કરાયા હતા બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના જે.જી.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘૂંટુ ગામે રામકો સોસાયટીમાં રહેતા મહેશભાઈ રતિભાઈ દેવાયત નામના ૪૦ વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને બેભાન હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે મહેશભાઈ દેવાયતને મૃત જાહેર કર્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

ટંકારામાં રહેતો વસીમ અજીતભાઈ નામનો ૨૦ વર્ષીય યુવાન બાઇક લઇને ટંકારાના ધ્રુવનગર પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં જીવામામાની જગ્યા પાસે તેનું બાઇક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત વસિમભાઈને સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખાતે ખસેડાયેલ છે.જ્યારે મોરબીના દરબારગઢ નજીક આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતાં સચિન ગણપતભાઇ રાઠોડ નામના ૩૬ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હોય એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમા ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ વરમોરા ગેલેક્સી સિરામિક નજીક રહેતા કાનાભાઇ રામભાઇ ભાંભર નામના ૨૫ વર્ષીય યુવાનને સરતાનપર રોડ ઉપર ગેલેક્સી સિરામિક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલે આ અંગે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદના પલાસણ ગામે રહેતા કાળુભાઇ ચૌહાણ તેમના નવ વર્ષીય દીકરા આયુષને સાથે બેસાડીને બાઈક લઈને જતા હતા ત્યારે હળવદના ભલગામડા પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા આયુષ કાળુ ચૌહાણ નામના ૯ વર્ષીય બાળકને સારવાર માટે ખસેડાયો હતો.




Latest News