મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પરણિતા પાસે બીભત્સ માંગણી કરનારા શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં પરણિતા પાસે બીભત્સ માંગણી કરનારા શખ્સની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રોહીદાસપરામાંથી પસાર થતી પરણિતાને ગંદા ઇશારા કરીને તેની પાસે એક શખ્સ દ્વારા બીભત્સ માગણી કરવામાં આવી હતી જેથી પરિણીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વીસીપરા રોહીદાસપરાની અંદર રહેતી અને હાલમાં સામાકાંઠા વિસ્તારના અંદર રહેતી પરણીતા મોરબીના વીસીપરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા દિલીપભાઈ ખીમજીભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા તેનો પીછો કરવામાં આવતો હતો અને પરણિતાને ગંદા ઇશારા કરીને ખરાબ વાતો કરતો હતો અને પરિણીતા પાસે બીભત્સ માગણી કરી હતી તેમજ પરિણીતાને આરોપી પોતાની સાથે સંબંધ રાખવા માટે ખોટી રીતે હેરાન કરતો હતો જેથી પરિણીતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (એ)મ ૩૫૪ (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં કડીયાકામ કરતાં દિલીપભાઈ ખીમજીભાઈ ચૌહાણ (ઉમર ૩૮) રહે.રોહીદાસપરા મઢવાળી શેરી વીશીપરા પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

યુવાન ઈજાગ્રસ્ત

હળવદમાં શિવ શક્તિ ઓટો ગેરેજ નજીક બસના ટાયરમાં પગ આવી જતાં મુળ મધ્યપ્રદેશના વતની અનિલ જગદીશભાઇ નામના યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની મનજીભાઈ ખીમજીભાઈ મેરજા નામના ૬૩ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારા નજીક તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

હળવદના પંચમુખીનગર વિસ્તારમાં રહેતા પમુબેન પોપટભાઈ ભરવાડ નામના ૭૩ વર્ષીય વૃદ્ધા રાધાકૃષ્ણ મંદિરે જવા નીકળ્યા હતા અને તેઓ હળવદના જીઆઇડીસી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત પમુબેન ભરવાડને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે વાંકાનેર તાલુકાના લુણસર ગામના આદેશગીરી મંગળગીરી સાધુ નામના ૫૫ વર્ષીય આધેડને ચીત્રાખડા અને લુણસરના રસ્તે વાહન અકસ્માતમાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે અહીંની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News