મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર પાસે થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE













મોરબીના ધરમપુર પાસે થયેલ યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કર્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભાગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો જેથી સારવારમાં યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ ગુનામાં હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેહગલ જાતે કઠેરીયા (ઉ.૨૨) એ જેતે સમયે દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ સહિત ત્રણ શખ્સો સામે મારા મારીની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયસિંગને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયો માર્યો હતો માટે ઉદયસિંહ પ્રભુદયાલસિંગ (ઉમર ૪૫)ને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નીપજ્યું હતુ. અને બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ કલમ ૩૦૨ (હત્યા) ની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ છતરસિંહ કલન્દરસિંહ સેહગલ જાતે રાજપૂત અને પુષ્પેન્દ્ર ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ સેગલ જાતે રાજપૂતની અગાઉ ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં નાશતા ફરતા આરોપી રામનરેશ વિરેન્દ્ર ભદોરીયા (૨૩) રહે. હાલ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા વિરમ રણુભાઇ વસુમિયા નામનો ૨૨ વર્ષીય આદિવાસી યુવાન ગજડી ગામે જુવારમાં ઝેરી દવાનો છાંટકાવ કરતો હતો ત્યારે ઝેરી અસર થતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના વતની સવિતાબેન છગનભાઈ તારબુંદીયાને ધનાળા ગામ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

ખાણ ખનીજ વિભાગ

મોરબીમાં સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા સેમ્પલીંગ જેવી કામગીરી કરવામાં આવતી હોય છે.અનેક વાહનોમાં બેરોકટોક ખનીજપરિવહન થાય છે ત્યારે ગઈકાલે ત્રણ વાહનોને રોયલ્ટી વિના ખનીજ પરિવાર કરતા અટકાવવામાં આવ્યા છે..! જેમાં રોયલ્ટી ઇન્સ્પેકટર રવિ કણસાગરા દ્રારા જીજે ૧૨ બીટી ૨૮૭૦ સાથે મનસુખ કરસન રહે.આધોઈ સામખિયાળી કચ્છ, જીજે ૧૨ બીવી ૯૯૪૪ સાથે કાસમ ઈસ્માઈલ હીંગોરજા અને જીજે ૧૨ બીવી ૫૨૧૧ સાથે મનજી તેજા મકવાણા સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ વસૂલવા માટે વાહનોને બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.






Latest News