વાહન ચોરનો આતંક - પોલીસ પેટ્રોલિંગના ધજાગરા : મોરબી સિટી અને તાલુકામાંથી આઠ બાઈકની ચોરી
મોરબીમાં લઘુ ઉદ્યોગ ભારતી અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો
SHARE









મોરબીમાં લઘુ ઉદ્યોગ ભારતી અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો
ઉધોગ નગરી તરીકે ઓળખાતા મોરબી ખાતે લઘુ ઉદ્યોગ ભારતી-મોરબી, અફસર બીટીયા સ્કીલ અપ તથા ટાટા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગાર અને સ્વાવલંબન ભારત વિષય ઉપર સેમિનારનુ અહીંની હોટેલ ધ ફર્ન રેસીડન્ટમાં આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા મોરબી સિરામિક એશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઇ બોપલીયા તેમજ અફસર બીટીયા સ્કીલ અપના રાજેશભાઈ ગાંધી, ટાટા ટ્રસ્ટના મેડમ રમા ગુપ્તા, લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, અમૃતભાઈ ગઢીયા સ્વાવલંબન ભારતના સૌરાષ્ટ્રના સમન્વયક નવીનભાઈ વસા તથા લઘુ ઉદ્યોગ ભારતીના ભીમજીભાઈ ભાલોડીયા તથા દેવેન્દ્રભાઇ કલોલા ઉપસ્થિત રહયા હતા.
