કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના શાપર ગામની સીમમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો સજોડે આપઘાત


SHARE













મોરબીના શાપર ગામની સીમમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો સજોડે આપઘાત

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં જસમત ગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પ્રેમીપંખીડાએ સજોડે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો માટે તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામની સીમમાં જસમત ગામ તરફ જવાના રસ્તા ઉપર લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પરિણીત પ્રેમીપંખીડાએ આપઘાત કરી લીધો હતો જેથી યુવક અને યુવતીના મૃતદેહને ત્યાંથી ઉતારીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાપર ગામની સીમમાં નવઘણભાઈ હરખાભાઇ પાંચિયા (ઉંમર ૨૪) અને ગીતાબેન અમરાભાઇ ભૂંડીયા (ઉંમર ૨૦) એ  લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાટા કરી લીધેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતીના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અને ત્યારબાદ તે બંનેએ સજોડે આપઘાત કરેલો હોય આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ હોવાની ચર્ચા થઈ રહી છે






Latest News