કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ સિંચાઈ વિભાગની કચેરી અંગે આરટીઆઈ કરી માહિતી મંગાઈ


SHARE













મોરબીના શનાળા રોડે આવેલ સિંચાઈ વિભાગની કચેરી અંગે આરટીઆઈ કરી માહિતી મંગાઈ

મોરબીના શનાળા રોડ પર સિંચાઈ પેટા વિભાગની કચેરી આવેલ છે તે જમીન અંગેની માહિતી હાલમાં આરટીઆઈ કરીને માંગવામાં આવી છે અને મોરબીમાં રહેતા કોંગ્રેસના આગેવાનએ આરટીઆઈ મારફત અરજી કરીને માહિતી માંગતા હાલમાં આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે

મોરબીમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને આરટીઆઈ મારફત અરજી કરીને મોરબીના શનાળા રોડ પર સિંચાઈ પેટા વિભાગની કચેરી આવેલ છે તે જમીન અંગેની માહિતી માંગી છે જેમાં તેને જણાવ્યુ છે કે,કચેરી માટે જમીન સંપાદન કરેલ હોય તેના ખરી નકલ, ભાડા પેટે લીધેલ હોય તેની માહિતી, ખાતેદારની જમીન સંપાદિત કરી હોય તે ખાતેદારને ચુકવણી કરવામાં આવી હોય તેના આધાર, પત્ર વ્યવહારની નકલ, કચેરીએ ખાતેદાર પાસે જમીનનો કબજો સંભાળ્યો તેના ચાર્જ લેનારની સહી સિક્કાવાળા કાગળની ખરી નકલ, મૂળ ખાતેદારના નામે કમી કરી કચેરીના નામે તબદીલ કરવા માટે મામલતદાર/તલાટી મંત્રીને જે પત્ર વ્યવહાર કર્યો તેના કાગળો આપવા, સંપાદિત થયેલ જમીન નામે થઇ ગયેલ હોય તેના કાગળો, લેન્ડ રેકર્ડ તલાટી મંત્રી કે રેવન્યુ શાખાના પ્રતિનિધિ દ્વારા કચેરી માટે જમીન સોપણી કરેલ હોય તેનું પંચ રોજકામ, માપણી શીટ, હાલની સ્થિતિ મુજબ જમીનનો કબજો કોની પાસે છે તે સહિતની માહિતી માંગવામાં આવી છે જેથી આ મુદો હાલમાં મોરબીમાં ચર્ચાનો વિષય બનેલ છે






Latest News