કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ સરા ચોકડીએ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસકર્મીનો કાંઠલો પકડીને બે શખ્સે ગાળો ભાંડી


SHARE













હળવદ સરા ચોકડીએ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસકર્મીનો કાંઠલો પકડીને બે શખ્સે ગાળો ભાંડી

હળવદ સરા ચોકડી પાસે રાત્રી દરમ્યાન સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલ કારને રોકી હતી ત્યારે કારના ચાલકે પોલીસ કર્મચારીનો કાઠલો પકડીને ગાળો ભાંડી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ડ્રાઈવર દ્વારા બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરોપી પોલીસની હાથવેંતમાં જ છે

 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ છગનભાઈ ચાવડાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપસિંહ મહાવીરસિંહ ઝાલા રહે હાલ આદિપુર મંગલેશ્વર સોસાયટી મૂળ ઢવાણા તેમજ શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે. ઢવાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, રવિવારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં હળવદની સરા ચોકડી પાસે પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આરોપીની કાર ત્યાંથી નીકળી હતી જેને ત્યાં રોકીને ચેક કરવામાં આવતી હતી ત્યારે આરોપીએ ફરિયાદી વિનોદભાઈ છગનભાઈ ચાવડાનો કાંઠલો પકડીને તેને ગાળો આપી હતી. જેથી ભોગ બનેલા પોલીસ ડ્રાઈવર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી જયદીપસિંહ મહાવીરસિંહ ઝાલા અને શક્તિસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે






Latest News