કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ


SHARE













મોરબીમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: અન્યની શોધખોળ

મોરબી શહેરના આલાપ રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધને વજેપર ગામના સરવે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેની સાથે સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી વૃદ્ધ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મૂળ મોરબી તાલુકાના કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબીના નવા બસ સ્ટેશન પાસે આશાપુરા ટાવરમાં આવેલ વકીલ સહદેવસિંહની ઓફિસ ખાતે ખોટું સોદાખત બનાવીને સાડા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જે ફરિયાદમાં ભોગ બનેલા વૃદ્ધે જણાવ્યું છે કે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની હકિકત જણાવી આરોપી અંબારામભાઇ પટેલ, ચુનીલાલ દલવાડી, અશોકભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ જાકાસણીયાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરિયાદીને ખોટા ખાતેદાર તરીકે કાંતાબેન નામ ધારણ કરનાર સવિતાબેન તથા સાક્ષી તરીકે રહેલ પીન્ટુભાઇ તથા અલ્પેશભાઇ એમ બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી જમીનના માલીક કાંતાબેનના તથા તેના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરેલ હતી આ ગુનામાં પોલીસે હાલમાં પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ જાતે દલવાડી (૩૪) ધંધો કાપડનો વ્યવસાય અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ જાતે દલવાડી (૩૦) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે. મગરની વાડી વાવડી રોડ, ભગવતી હૉલ પાસે મોરબી વાળનો ધરપકડ કરેલ છે અને મહિલા સહિતના વકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News