મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા ૨૬મી જૂન સુધી લંબાવાઇ


SHARE













મોરબી આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા ૨૬મી જૂન સુધી લંબાવાઇ

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબીમાળીયા-મિયાણાહળવદટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયા આગામી ૨૬મી જૂન સુધી લંબાવવામાં આવી છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID-UPI QR Code. 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક  તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.

આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે  સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધાર કાર્ડ (૬) પાસપોર્ટ  સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો  (૯) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે ૯૬૦૧૧૦૦૬૩૮૮૩૨૦૧૬૯૫૯૯૯૭૧૨૧૫૭૪૧૭ નંબર પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






Latest News