ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા ! મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ કર્યો આપઘાત: ડેડબોડી ફોરેન્સિક પીએમમાં ખસેડાઇ


SHARE







ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ કર્યો આપઘાત: ડેડબોડી ફોરેન્સિક પીએમમાં ખસેડાઇ

ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે અને મહિલાની ડેડબોડીને હાલમાં ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (ઉંમર ૨૪) એ પોતાના ઘરની અંદર પોતાની જાતે બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વિનોદભાઈ વશરામભાઈ ભાલોડીયા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન ન હોય મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અને મૃતક મહિલાને મારવા માટે મજબૂર કરી હોવાનું તેના પિયરિયા કહી રહ્યા છે અને ફોરેન્સિક પીએમ કરાવવા માટે પોલીસને કહ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક મહિલાની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ છે

ઝેરી દવા પી ગઈ

ટંકારામાં ત્રણ હાટડી શેરી પાસે રહેતા જલ્પાબેન ગૌરવભાઈ કાલાવાડીયા જાતે જૈન (૨૯) કોઈ કારણોસર પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વખત પ્રમાણે ઝેરી દવા પી લેનાર પરણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તે સાસુ સસરા સાથે રહે છે તેમજ તેને સંતાનમાં એક પોણા બે વર્ષનો બાબો છે જો કે, તેણે કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે






Latest News