મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા ! મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક
Breaking news
Morbi Today

ટંકારા અને વાંકાનેરમાં જુગારની બે રેડ : છ જુગારી ૧૫,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE







ટંકારા અને વાંકાનેરમાં જુગારની બે રેડ : છ જુગારી ૧૫,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા

ટંકારા અને વાંકાનેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગારીઓની ૧૫૮૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર પ્રવીણભાઈ શામજીભાઈ વિરસોડિયા, મનુભાઈ સામંતભાઈ વિરસોડિયા અને ભુપતભાઈ સન્નાભાઈ બારિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૬૦૦ ની રોકડ તેઓની પાસેથી કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારાના કોળીવાસ ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારી રેડ કરવામાં આવતા પોપટભાઈ બધાભાઈ ડાભી, પરેશભાઈ વશરામભાઈ દેગામા અને પંકજભાઈ વેરશીભાઈ બાબરિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૨૦૦ નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

૮૦૦ લિટર દેશી દારૂ

હળવદ તાલુકાના ચૂપણી ગામની સીમમાં ધીરુભાઈ કેશુભાઈ વાજેલિયા જાતે દેવીપુજકની વાડીએ દેશી દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા તેના વાડીમાંથી ૮૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી ધીરુભાઈ કેશુભાઈ વાજેલિયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરી છે.






Latest News