મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે જીવન ટુંકાવ્યું મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય


SHARE





વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય

વાંકાનેર કુવાડવા બેઠક માટે વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ ભાજપ પક્ષ પાસે ટિકિટ માંગી હતી જોકે, ભાજપમાનથી વાંકાનેર કુવાડવા બેઠક ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હતી અને આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મટિંગ મળી હતી અને તેમાં સર્વાનુમતે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નહીં કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલા આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે નહીં તેવી સંમતિ તેઓએ પણ સમાજના આગેવાનોને આપેલ છે

મોરબી જિલ્લાના ત્રણેય બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલાને ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં રોષની લાગણી હતી અને રાજપૂત સમાજના આગેવાનો આજે પરશુરામ સોસાયટી પાસે આવેલ સમાજની વાડીએ એકત્રિત થયા હતા અને ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ હાલમાં ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવી કે કેમ તેના માટેની સમાજના આગેવનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ભાજપના પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવી ન જોઈએ તેના માટે આગેવાનોને સમજાવ્યા હતા અને ત્યાર બાદ સમાજના આગેવાનોએ મહારાણા કેશરિદેવસિંહ ઝાલા સાથે વાત કરીને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર અપક્ષમાં ઉમેદવારી ન કરવા માટે કહ્યું હતું ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ સમાજના આગેવાનોએ તેમનં હિતને ધ્યાને રાખીને જે નિર્ણય કરેલ છે તેમાં સંમતિ દર્શાવી હતી અને તેઓ ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નહિ કરે તેવું વાંકાનેર રાજપુત સમાજના મહામંત્રી રાજેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ છે




Latest News