મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી પકડાયો મોરબીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદૂર રેલી મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનના લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત મોરબી : પાણીના ટાંકામાં પડી જતા સાત વર્ષના બાળકનું મોત વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અડધાથી પોણા ત્રણ ઈચ વરસાદ નોંધાયો


SHARE



















મોરબી જીલ્લામાં અડધાથી પોણા ત્રણ ઈચ વરસાદ નોંધાયો

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી લઇને પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ટંકારા તાલુકામાં વરસાદ નોંધાયો છે જયારે સૌથી ઓછો માળીયા તાલુકામાં વરસાદ પડ્યો છે જો કે, હાલમાં પણ મોરબી જીલ્લામાં વરસાદી માહોલ હોવાથી સારો વરસાદ પડશે તેવી ખેડૂતો સહિતના લોકોને આશા છે.


મોરબી જિલ્લામાં ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલા આગાહી મુજબ વરસાદ શરૂ થઈ ગયો છે મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ તેમજ ટંકારા તાલુકાની અંદર વરસાદ પડયો હોવાથી હાલમાં ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાકોને જીવતદાન મળી ગયું છે ત્યારે કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારામાં પોણા ત્રણ, વાંકાનેરમાં દોઢ ઇંચ, હળવદમાં સવા, માળીયા અને મોરબીમાં તાલુકામાં અડધો ઇંચ વરસાદ છેલ્લી ૨૪ કલાકમાં નોંધાયો છે અને હાલમાં પણ મોરબી જીલ્લામાં વરસાદી માહોલ હોવાથી આજના દિવસમાં સારો વરસાદ પડશે તેવી ખેડૂતો સહિતના લોકોને આશા છે






Latest News