મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદના ચકચારી હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો


SHARE









હળવદના ચકચારી હત્યા કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચકચારી હત્યા કેસના આરોપીઓનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે આ કેસના બધા આરોપીઓનો મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવેલ છે

હળવદ પોલીસે તા.૪-૮-૨૦ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીઓએ ફરીયાદીના દીકરા લાલાભાઈને મોબાઈલ ચોરી બાબતે મનદુખ રાખી શરીરે લાકડીઓ વડે જીવલેણ ઘા કરીને હત્યા કરેલ છે જેથી કરીને પોલીસે ગુનો રજીસ્ટર કરીને આરોપી પકો નવલગીરી બાવાજી, રવીભાઈ ભરાભાઈ રબારી, અનીલભાલ જેરામભાઇ કોળીની ધરપકડ કરી હતી અને આઈ.પી.સી. કલમ ૩૦૨ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો અને તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા અને આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદીથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.

આ કેસમાં ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા




Latest News