વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સરકારી હોસ્પીટલની જાત મલાકાત લેતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા


SHARE









મોરબી સરકારી હોસ્પીટલની જાત મલાકાત લેતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી ખાતેની સરકારી હોસ્પીટલમાં સંભવિત કોરોના સંદર્ભ હોસ્પીટલના સત્તાવાળાએ કરેલ તૈયારીઓ અંગે હોસ્પીટલમાં જાત નિરીક્ષણ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ કર્યું હતું. અને હોસ્પીટલ દ્વારા કરવામાં આવેલ મોકડ્રીલની વિગતો મેળવી હતી. ખાસ કરીને ઓકિસજન સીલિન્ડરની જરૂરીયાત અને જથ્થા બાબતે તેમજ આઈ.સી.યુ. બેડ, વેન્ટીલેટર, જરૂરી ઈકવીપમેન્ટ બાળ દર્દીઓ માટેના વેન્ટીલેટરનું પણ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું,

આ મુલાકાત વખતે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા પણ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સાથે ઉપસ્થિત રહ્યા હતા. મોરબી હોસ્પીટલના ઈનચાર્જ તબિબ અધિક્ષક ડૉ. વિશ્વાસ,  આર.એમ.ઓ., ડૉ. સરડવા, જીતેન્દ્ર મિશ્રા, ડૉ. કાલરીયા તેમજ ભુપેન્દ્ર ઠોરીયા વિગેરે સાથે બેઠક યોજી બ્રિજેશ મેરજાએ સર્વગ્રાહિ સમિક્ષા કરી હતી. એટલું જ નહીં પરંતુ સરકારી હોસ્પીટલમાં પી.એસ.એ., ઓકિસજન પ્લાટ ૫૦૦ એલ.પી.એમ. હાલ બંધ હોય તે તાત્કાલીક ચાલુ કરવા બાયો મેડિકલ એન્જિનિયરની બે નવી જગ્યા ઉભી કરવા બાબતે સ્થળ ઉપરથી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ આરોગ્યને તાકિત કરી હતી.

તંદ્ઉપરાત હોસ્પીટલમાં ઈનડોર અને આઉટડોરના દર્દીઓ તથા કીડનીના દર્દીઓ તેમજ બહેનોની પ્રસુતિઓ સુવિધા અંગે પણ જરૂરી માહિતી મેળવી હતી. તંદ્ઉપરાત હોસ્પીટલમાં સ્વચ્છતા ખાસ જળવાઈ રહે તેમજ કોરોનાના સંભવિત આક્રમણને પહોંચીવળવા સ્ટાફને જરૂરી ટ્રેનિંગ આપવા સૂચના આપી હતી. હોસ્પીટલમાં લીકવીડ ઓકિસજન ટેન્ક જે ૧૦ મેટ્રીક ટન મંજુર થયેલ છે. તેનું ફાઉન્ડેસન તાત્કાલીક ઉભું કરવા પ્રોજેકટ ઈપ્લીમેન્ટેન યુનિટને જણાવયું હતું. આમ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી સરકારી હોસ્પીટલમાં સંભવિત કોરોનાની લહેરને પહોંચીવળવા કરાયેલ વ્યવસ્થા વધુ સઘન બનાવવા સુચના આપી હતી તેમજ લેબોરેટરી દ્વારા હાલ દરરોજ ૧૫૦ જેટલા પરીક્ષણો કરવામાં આવે છે. તેની માહિતી મેળવી સદનસીબે હાલ મોરબી જિલ્લામાં એક પણ કોરોના પોજેટીવ કેસ ન હોવા અંગે સંતોષ વ્યકત કર્યો હતો.




Latest News