મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

અચ્છે દિન કયારે આવશે ?: મોરબીના લાતી પ્લોટમાં ખાતમહુર્તના સવા વર્ષ પછી પણ ઠેરઠેર ગટરની ગંદકી અને ખાડા, ઉદ્યોગકારો ત્રાહિમામ


SHARE









અચ્છે દિન કયારે આવશે ?: મોરબીના લાતી પ્લોટમાં ખાતમહુર્તના સવા વર્ષ પછી પણ ઠેરઠેર ગટરની ગંદકી અને ખાડા, ઉદ્યોગકારો ત્રાહિમામ

મોરબી શહેરમાં સૌથી વધુ ટેક્ષ આપવા છતાં પણ મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આજની તારીખે સારી સુવિધાઓ નથી તે હક્કિત છે અને આજથી સવા વર્ષ પહેલા રાજ્યના પંચાયત મંત્રની હસ્તે મોરબીના લાતી પ્લોટમાં ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ૨૦ કરોડના ખર્ચે લાતી પ્લોટની કાયાપલટ કરીને ત્યના ઉદ્યોગકારોના “અચ્છે દિન” આવશે તેવું કહેવામા આવ્યું હતું પરંતુ અફસોસએ વાતનો છે કે, આજની તારીખે મોટાભાગની શેરીઓમાં ગટરના ગંદા પાણી વહેતા હોય છે અને બધા જ રસ્તા ઉબડ ખાબડ છે

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળના નાના મોટા અનેક કારખાના આવેલ છે જો કે, અહીના ઉદ્યોગકારોને કોઈ સુવિધા પાલિકા તરફથી આપવામાં આવી રહી નથી જેથી સ્થાનિક ઉદ્યોગકારોને પરાવરા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તેવામાં ગત પેટા ચૂંટણી સમયે અહીના ઉદ્યોગકારોને લાતી પ્લોટની કાયાપલટ કરવા માટેનું વચન આપવામાં આવ્યું હતું જો કે, આજની તારીખે તે વચન મુજબનું કામ ત્યાં કરવામાં આવ્યું નથી જેથી કરીને ઉદ્યોગકારો અને ત્યાં રોજગારી માટે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

આજની તારીખે મોરબીના લાતી પ્લોટમાં ગૃહ ઉદ્યોગની જેમ ઘડિયાળ સહિતના ઘણા કારખાના આવેલા છે જેમાં લગભગ ૨૦ હજાર જેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે આ નાના ઉદ્યોગકારોને દર વર્ષ ખાસ કરીને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જો કે, હવે તે પાલિકા તંત્રની બેદરકારીના લીધે લાતી પ્લોટમાં બારે મહિના ચોમાસા જેવું થઈ ગયું છે અને ત્યાં શુધ્ધ પાણી નહી પરંતુ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળે છે જેથી કરીને આ લાતી પ્લોટના “અચ્છે દિન” કયારે આવશે અને સમસ્યાઓ ભૂતકાળ કયારે બનશે તે સવાલ ઊભો થયો છે

અત્રે ઉલેખનીય છે કે, આજથી સવા વર્ષ પહેલા મોરબી માળીયા વિધાનસભા બેઠેલના જે તે સમયના ધારાસભય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ૨૦ કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર થયું છે અને લાતી પ્લોટની કાયાપલટ કરવામાં આવશે તેવું કહીને ખાતમહુર્ત કર્યું હતું જો કે, આજની તારીખે લાતી પ્લોટમાં કારખાનેદારો અને મજૂરો કારખાન સુધી જઈ ન શકે તેવી ગંદકી લાતી પ્લોટમાં છે મોટા ભાગના વિસ્તારમાં ખાડા હોવાથી રિક્ષા વાળા અને લારી વાળા પણ લાતી પ્લોટમાં આવતા નથી જેથી કરીને ઉદ્યોકારોને તેનો કાચો માલ લઈ જવામાં તેમજ તૈયાર માલને પાર્ટી સુધી પહોચડવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

મોરબી બેઠકની પેટા ચૂંટણી વખતે ઉદ્યોગકારોને લાતી પ્લોટની કાયાપલટ કરવા માટે કહેવામા આવ્યું હતું અને ત્યાર બાદ લાતી પ્લોટમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ૨૦ કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે તેમ કહીને ધામધૂમ સાથે ખાતમહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ સવા વર્ષ પછી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી તે નારી વાસ્તવિકતા છે જેથી કરીને લોકો વધુમાં વધુ ટેક્સ પાલિકામાં આપતા હોવા છતાં પણ આજે સારી પ્રાથમિક સુવિધાને ઝાંખી રહ્યા છે વધુમાં મળતી માહિતી મુજબ લાતી પ્લોટ મેઈન રોડ અને અંદરની શેરીઓના કામા માટે ૧૫ કરોડ અને ૪.૫૩ કરોડના ખર્ચે લાતી પ્લોટના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઈપ નાખવાની વાતો કરવામાં આવી છે જો કે, આ કામ કયારે કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે




Latest News