મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
Breaking news
Morbi Today

મોરબીમાં લકઝરી બસના ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવતીનું મોત


SHARE









મોરબીમાં લકઝરી બસના ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવતીનું મોત

મોરબીના રામચોક પાસે થોડા દિવસ પહેલા ટ્રાવેલ્સ બસના ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે ઓટો રીક્ષામાં બેઠેક ચાર મહિલાઓ સહિત કુલ આઠ લોકોને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીને પકડવાનો બાકી છે ત્યારે આ અકસ્માતમાં ઇજા પામેલ એક યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી તે અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મોરબીના રામચોક પાસે થોડા દિવસો પહેલા સીએનજી ઓટો રીક્ષા અને ગણેશ ટ્રાવેલર્સની લક્ઝરી બસ નંબર એઆર ૧૧ સી ૧૭૭૩ વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭), રોઝીનાબેન હૈદરશા સુબાસીસ (૨૩), કાજલબેન કાનજી મકવાણા (૨૧) તેમજ રજીયાબેન અલારખા શાહમદાર જાતે ફકીર (૩૭) સહિત કુલ આઠ લોકોને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડાય હતા અને બાદમાં રજિયાબેન અલારખા શાહમદાર જાતે ફકીરએ એ ડિવિઝન પોલીસ મથકે લક્ઝરી બસના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ બેફિકરાઈથી તેની બસ ચળવીને રીક્ષાને હડફેટે લીધી હતી જેથી ફરિયાદી સહિત આઠ લોકોને ઇજા થઈ છે માટે પોલીસે અક્સમાત સર્જીને બસ લઈને નાશી ગયેલા આરોપી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે દરમ્યાના આ અકસ્માતના બનાવમાં ઇજા પામેલ મદીનાબેન રસુલખાન પઠાણ (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News