હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા RTE ના ફોર્મ નિઃશુલ્ક ભરી અપાશે


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા RTE ના ફોર્મ નિઃશુલ્ક ભરી અપાશે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે જરૂરી ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે અને વિદ્યાર્થીને આરટીઇ અંતર્ગત શાળાઓમાં પ્રવેશ માટે આ ફોર્મ ઓનલાઇન ભરવાના હોય છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલીઓને આરટીઇ ના ફોર્મ ભરવામાં રાહત મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સેવાનો લાભ લેવા વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે આવવાનું રહેશે હાલમાં આરટીઇ ના ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયું છે અને તે તા ૨૨/૪ સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર ચાલુ રહેશે ત્યારે મોરબીમાં પોતાના સંતાનને ખાનગી શાળામાં આરટીઇ હેઠળ પ્રવેશ અપાવવા જેમને ફોર્મ ભરવાના હોય તે જરૂરી ડોક્યુમેન્ટસ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક કરી શકે છે.

આ ફોર્મ ભરવા માટે બાળકનું આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર (બાળકના ૧ જૂન, ૨૦૨૩ સુધીમાં છ વર્ષ પૂર્ણ થવા જોઈએ), બેન્ક ખાતાની પાસબુક (મરજિયાત) અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોસ તેમજ વાલીઓ માટે જાતિનો દાખલો, પિતાનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, આવકનો દાખલો (શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦/-, જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦/- નો રહેશે ૩૧/૦૩/૨૦૨૧ પછીનો), વાલીની બેન્ક ખાતાની પાસબુક તથા ડોક્યુમેન્ટ જો હોય તો બી.પી.એલ. કાર્ડ (૦ થી ૨૦ આંક ધરાવતું તમામ કેટેગરીવાળું), બાળકનું આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર, સિંગલ ચાઈલ્ડ ગર્લનું પ્રમાણપત્ર (જો સંતાનમાં એકમાત્ર સંતાન દીકરી હોય અને ભવિષ્યમાં બીજા બાળકનો પ્લાન ના હોય) સાથે લાવવાના રહેશે.

આ સેવાનો લાભ લેવા માટે વાલીઓએ ડી.આર. સિક્યુરિટી, લવકુશ કોમ્પ્લેક્સ, એચ.ડી.એફ.સી. બેંકની પાસે, બેલ પીયાટોશ રેસ્ટોરન્ટની બાજુમાં, રવાપર રોડ મોરબી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપની ઓફીસ ક્રિષ્ના પાન સામે વજેપર મેઈન રોડ મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન આવવાનું રહેશે અને વધુ વિગત માટે દિલીપભાઈ દલસાણીયાના (૮૦૦૦૮ ૨૭૫૭૭)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News