મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ધંધે લગાડવાના ધંધા: મોરબી જીલ્લામાં દેણું વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક !


SHARE







ધંધે લગાડવાના ધંધા: મોરબી જીલ્લામાં દેણું વધી જતાં જેટકોના કર્મચારીએ કર્યું અપહરણનું નાટક !

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામે જેટકોની ઓફિસમાં ફરજ બજાવતો હેલ્પર ઓફિસેથી નીકળ્યો હતો ત્યાર બાદ તે પોતાના ઘરે આવ્યો ન હતો જેથી કરીને બે શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવો તેના પરિવારજનોને ફોન કરીને સ્ટોરી ઊભી કરી હતી જેથી કરીને પોલીસે તેની તપાસ શરૂ કૃ હતી જો કે, જેટકોનો આ કર્મચારી હાલમાં દિલ્હીથી મળી આવેલ છે ત્યારે તેના ઉપર દેણું વધી ગયું છે અને શેરબજારમાં તેને ૨૫ થી ૩૦ હજાર ગુમાવ્યા હોવાથી તે પોતાની જાતે જ જતો રહ્યો હતો તેવું તેને પોલીસને જણાવ્યુ છે

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની સામેના ભાગમાં આવેલ રામેશ્વર હાઈટસમાં રહેતા મેહુલભાઈ મનસુખભાઈ ઈઢાટીયા જાતે બ્રાહ્મણ (૨૭) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ અમિત મનસુખભાઈ ઈઢાટીયા (૩૦)નું અપહરણ થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેનો ભાઈ અમિત મનસુખભાઈ ઇટાલીયા ચરાડવા ગામે આવેલ જેટકોની ઓફિસમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે ગત તા. ૪/૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે જેટકોની ઓફિસે નોકરી ઉપર જવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ રાતના ૧૦:૩૦ વાગ્યા સુધી ઘરે આવ્યો ન હતો જેથી તેને શોધતા હતા અને અમિત ગુમ થયેલ છે તેવી અરજી હળવદ પોલીસને આપવામાં આવી હતી દરમ્યાન અમિતે તા.૭ ના રોજ પિતા મનસુખભાઈને ફોન કરીને બે અજાણ્યા માણસો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવું કહ્યું હતું જેથી અમીતના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જો કે, આ બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર તેવો ઘાટ સર્જાયો છે

હાલમાં હળવદના ઇનચાર્જ પીઆઇ વિપુલ ગો પાસેથી મળતી માહિતી મુજબ જેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ નોંધાઈ હતી તે અમિત મનસુખભાઈ ઈઢાટીયા (૩૦) હાલમાં હેમખેમ દિલ્હીથી તેના પરિવારજનોને મળી આવેલ છે અને અમિત ઈઢાટીયાએ જણાવેલ માહિતી મુજબ તેને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને તેમાં તેને ૨૫ થી ૩૦ હજારનું નુકશાન થયું હતું જેથી કરીને તેને પોતાનું બાઇક તેના મિત્ર પાસે ગીરવે મૂક્યું હતું અને તેને પોતાના મકાનનું ૭૦૦૦ રૂપિયા ભાડું પણ આપવાનું હતું જેથી કરીને આર્થિક મૂંઝવણના લીધે તે ઘરેથી ઓફિસે ગયા પછી પોતાની જાતે જ અમદાવાદ ત્યાંથી ગોરખપુર અને દિલ્હી સુધી ચાલ્યો ગયો હતો અને તેના પરિવારના સભ્યને ફોન કરીને પોતે દિલ્હીમાં હોવાની જાણ કરી હતી જેથી તેના પરિવારજનો તેને દિલ્હીથી લઈને આવેલ છે






Latest News