હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીનાં કુંડા વિતરણ કરાયા


SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીનાં કુંડા વિતરણ કરાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા તા.૯ ને રવિવારે ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે મોરબીની જીવદયા અને પર્યાવરણ પ્રેમી જનતા માટે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.પ્રોજેક્ટમાં આશરે ૩૦૦૦ જેટલા ચકલીના માળા અને ૧૦૦૦ પાણીનાં માટીનાં કુંડા મોરબીની જીવદયા પ્રેમી જનતાને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહીને  મોરબીની જીવદયા અને પર્યાવરણ પ્રેમી જનતાને શુભેચ્છા પાઠવેલ સાથે આ પ્રોજેક્ટ માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ કાવર, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર ટી.સી.ફુલતરિયા તેમજ લાયન્સ કલબ ઓફ સિટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને હરહંમેશ સેવા પૂરી પાડવામાં સહભાગી એવા તમામ લાયન સભ્યો તેમજ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ જીવદયા પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લોરિયા, નાનજીભાઈ મોરડીયા,.સભ્યો અમરશીભાઈ, પ્રાણજીવનભાઈ, દિપકભાઈ ભાગીયા, ગોવિંદભાઈ ટાંક, જયેશભાઈ રશ્મિકાબેન રૂપાલા, સત્યેશ્વર મંદિરના પૂજારી અને સેવાભાવી લોકોએ હાજર રહીને આ જીવદયા પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.ત્યારે સમાજમાંથી આ જીવદયા બર્ડકેર પ્રોજેકટમાં સ્વેચ્છાએ લોકોએ ઉદાર હાથે દાન આપતા દાતાઓનો લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.




Latest News