મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થળાંતરીત કરાયેલા સગર્ભાઓના ખબર અંતર પુછ્યા


SHARE











મોરબીમાં મંત્રી કનુભાઈ દેસાઈએ સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થળાંતરીત કરાયેલા સગર્ભાઓના ખબર અંતર પુછ્યા

બિપરજોય વાવાઝોડા સંદર્ભે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરાયેલા ઈમરજન્સી રેપિડ રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરાયેલ બે સગર્ભા બહેનો સાથે તેમણે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.બહેનોની પૂરતી સાર-સંભાળ લેવા માટે મંત્રીએ ત્યાંના આરોગ્ય સ્ટાફ તેમજ જિલ્લા વહીવટી તંત્રને સુચના આપી હતી.ઉલ્લેખનીય છે કે,વહીવટી તંત્ર દ્વારા સર્વે કરીને જે મહિલાઓની ૦ થી ૧૦ દિવસની અંદર ડીલીવરી સંભવિત હોય તેવા બહેનોની ખાસ કાળજી માટે ડોક્ટર્સની દેખરેખ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે સરવડ ખાતે બે બહેનોને સમજાવી ત્યાં એડમિટ કરવામાં આવ્યા છે.






Latest News