મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દવાઓનો તમામ જથ્થો ઉપલબ્ધ: આરોગ્ય અધિકારી


SHARE











મોરબી જીલ્લામાં દવાઓનો તમામ જથ્થો ઉપલબ્ધ: આરોગ્ય અધિકારી

બિપરજોય વાવાઝોડા અન્વયે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયોજનો કરવામાં આવી રહ્યા છે. અગમચેતીના પગલે જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી રાખી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ રાહત અને બચાવવાની કામગીરીમાં જોડાઈ ગયું છે. આકસ્મિક સંજોગો ઊભા થાય તો પૂરતી દવાનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ હોય તે જરૂરી છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

આ બાબતે વધુ વિગતો આપતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવેએ જણાવ્યું હતું કે, જરૂરિયાતની તમામ દવાનો સ્ટોક આપણા જિલ્લામાં પૂરતો છે. મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેરની સરકારી હોસ્પિટલ તેમજ હળવદ સરકારી હોસ્પિટલ મળીને 8500 થી વધુ normal saline 0.9 % 500 ml ઇન્જેક્શન, 10,000 થી વધુ sodium chloride and destrose(DNS) ઇન્જેક્શન, 7000 થી વધુ ringer lactate ઇન્જેક્શન, 13,000 થી વધુ cefotaxime ઇન્જેક્શન, 15000થી વધુ gloves, 40 બોક્સથી વધુ ethilone 2.0, 60 બોક્સ થી વધુ ethilone 1, 12,000 થી વધુ daxamethasone ઇન્જેક્શન, 32000 થી વધુ syringe 2ml, 60000 થી વધુ syringe 5ml 27,000 થી વધુ syringe 10 ml સહિતની તમામ દવાઓ ઉપલબ્ધ છે.






Latest News